Skip to main content
Settings Settings for Dark

સંસદનું બજેટ સત્ર સમાપ્ત, બંને ગૃહો અનિશ્ચિત કાળ સુધી સ્થગિત

Live TV

X
  • સંસદની કામગીરી દરમિયાન બજેટ સત્રનું આજે સમાપન જાહેર કરવામાં આવ્યું અને બંને ગૃહો અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. બજેટ સત્રનો બીજો તબક્કો 8 મી માર્ચે શરૂ થયો હતો અને 8 મી એપ્રિલના રોજ સમાપ્ત થવાનો હતો. પ્રથમ તબક્કો 29 જાન્યુઆરીએ શરૂ થયો હતો અને 13 ફેબ્રુઆરીએ સમાપ્ત થયો.

    રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ કહ્યું કે, બજેટ સત્ર દરમિયાન 19 બીલ પસાર કરવામાં આવ્યા. તેમણે માહિતી આપી કે, સત્ર દરમિયાન ઉપલા ગૃહની કુલ ઉત્પાદકતા 90% ટકા રહી. તેમણે સભ્યોને કોરોના મહામારી દરમિયાન ગૃહને સફળતાપૂર્વક ચલાવવામાં મદદ અને કોવિડ સંબંધિત નિયમોનું પાલન કરવા બદલ આભાર માન્યો હતો. અધ્યક્ષે દેશમાં કોવિડના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરી અને લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અને રસી લેવા આગળ આવવા વિનંતી કરી.

    આ વખતે લોકસભામાં 24 બેઠક મળી હતી નક્કર કામગીરી થઈ હતી. આ અંગે માહિતી આપતા સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું હતું કે, સત્ર દરમિયાન નીચલા ગૃહની  24 તેમજ રાજ્યસભાની 23 બેઠક થઈ હતી. સંસદના પટલ પર બંને ગૃહમાં કુલ 20 બિલ રજૂ થયા હતા, તેમાંથી 18 બિલ બંને ગૃહમાંથી પસાર થયા હતા. તમામ સભ્યો વતી પીઠાસીન અધિકારીએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને કોવિડ -19થી જલ્દી તબિયત સારી થાય તે માટે પ્રાથના કરી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply