Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતે, બાંગ્લાદેશમાં આગમન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતે છે .કોરોના મહામારીનાં સંકટ પછી પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ  વિદેશ યાત્રા છે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રાજનૈતિક સંબંધોની સ્થાપનાના 50 વર્ષ પુર્ણ થવા પર થઈ રહેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રાથી બન્ને દેશોનો સંબંધોનો નવો અધ્યાય લખાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચશે ત્યારે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના એરપોર્ટ પર તેમનું સ્વાગત કરશે.બાંગ્લાદેશ યાત્રાનાં પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઢાકા સ્થિત રાષ્ટ્રીય શહીદ મેમોરીયલ જઈને શ્રધ્ધાંજલિ અર્પીત કરશે, તેમજ વૃક્ષારોપણ પણ કરશે.2021 બંગબંધુ શેખ મુજિબુર રહેમાનની જન્મજયંતિ વર્ષનાં રૂપે ઉજવવામાં આવી રહ્યુ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશનાં રાષ્ટ્રીય દિવસનાં કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે હાજર રહેશે.પ્રધાનમંત્રી બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત રૂપે ઢાકામાં બંગબંધુ બાપુ સંગ્રહાલયનું સંયુક્ત રીતે ઉધ્ધાટન કરશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.બાંગ્લાદેશ યાત્રાનાં બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પગેલા ઢાકા સ્થિત 190 કિલોમીટર દૂર ઓરાકાંડીમા 51 શક્તિપીઠોમાં સામેલ જશોરેસ્વરી મંદિરમાં દર્શન કરશે અને કાલે બાંગ્લાદેશનાં રાષ્ટ્રપતિ સાથે મુલાકા કરશે.બન્ને નેતાઓ વચ્ચે કેટલીક મહત્વની દ્વીપક્ષીય મુદ્દાઓ પર થશે ચર્ચા અને બંને દેશો વચ્ચે કેટલીક મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply