કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા અમિત શાહ આજે અસમમાં બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર
Live TV
-
દેશમાં કોરોના મહામારી વચ્ચે વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર અને પ્રસાર કરી રહયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા અમિત શાહ આજે અસમમાં બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર કરશે.અમિત શાહ આજે ચાર જનસભાઓને સંબોધન કરશે. પહેલી જનસભા કમલપુરમાં થશે, જે બાદ બપોરે જાગીરોડ પર જનસભાને સંબોધશે, પથરાખંડી અને સિલચરમાં પણ ચૂંટણી રેલીઓ કરશે.તો પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં છઠા તબક્કા માટે અધીસુચનાઓ આજે જાહેર થશે.જ્યારે ચોથા તબક્કા માટે ફોર્મ પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે.મહત્વનુ છે કે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં 30 સીટો પર શનિવારે મતદાન થવાનું છે.
