દેશમાં અત્યાર સુધીમાં પાંચ કરોડ 55 લાખ કરતાં વધુ લોકોનુ રસીકરણ, દેશભરમાં 257 લોકોના મોત
Live TV
-
દેશમાં અત્યાર સુધીમાં પાંચ કરોડ 46 લાખ કરતાં વધુ લોકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે.જેમાં 80 લાખ સ્વાસ્થ્ય કર્મીઓને પહેલા અને 51 લાખ સ્વાસ્થ્ય કર્મીઓને બીજો ડોજ આપી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર 50 લાખ રસીકરણના ડોઝ આપનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 60 વર્ષથી વધુનાં ઉમરનાં 2 કરોડ 42 લાખથી વધુ લાભાર્થીઓ અને જુદી-જુદી બિમારીઓની સારવાર લેતા 45 વર્ષથી વધુની ઉમરનાં 54 લાખ 30 હજારથી લોકોને કોરોનાથી બચાવ માટે રસીકરણ કરાયુ છે. તેઓનાં અનુસાર ગઈલાકે 15 લાખ 20 હજાર કરતા વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. વાત કરીયે કોરોનાથી કોરોનાના કેસોની તો 6 રાજ્યો જેમાં પંજાબ, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં દરરોજ કોરોનાના કેસો વધુ નોંધાઈ રહ્યા છે.એક દિવસમાં વધતા કોરોનાના કેસમાં આ રાજ્યોનાં કેસ 80.63 ટકા રહ્યો છે. દેશમાં હાલમાં ત્રણ લાખ 95 હજાર સક્રિય કેસ છે. તો 24 કલાક દરમિયાન 53 હજાર 476 નવા કેસ નોંધાયા છે અને દેશભરમાં 251 લોકોના મોત થવાથી મૃતકોની સંખ્યા એક લાખ 60 હજાર 692 થઈ છે.
