Skip to main content
Settings Settings for Dark

ઢાકા એરપોર્ટ પર બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાએ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાતે છે ત્યારે ઢાકા એરપોર્ટ પહોંચતા જ બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાની આગેવાનીમાં તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાત્રા દરમ્યાન સૌથી પહેલા ઢાકા સ્થિત રાષ્ટ્રીય શહીદ મેમોરીયલ જઈને શહીદોને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી તેમજ વૃક્ષારોપણ પણ કર્યું હતું. જે બાદ બાંગ્લાદેશમાં રહેતા ભારતીય સમૂહ સાથે મુલાકાત કરી હતી. જ્યાં દાઉદી વોરા સમાજે શાલ ઓઢાડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું હતું. કોરોના મહામારીનાં સંકટ પછી પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રાજનૈતિક સંબંધોની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા પર થઈ રહેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રાથી બન્ને દેશોનો સંબંધોનો નવો અધ્યાય લખાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશનાં રાષ્ટ્રીય દિવસનાં કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે હાજર રહેશે. પ્રધાનમંત્રી બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત રૂપે ઢાકામાં બંગબંધુ બાપુ સંગ્રહાલયનું સંયુક્ત રીતે ઉધ્ધાટન કરશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. બાંગ્લાદેશ યાત્રાનાં બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પગેલા ઢાકા સ્થિત 190 કિલોમીટર દૂર ઓરાકાંડીમા 51 શક્તિપીઠોમાં સામેલ જશોરેસ્વરી મંદિરમાં દર્શન કરશે અને કાલે બાંગ્લાદેશનાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. બન્ને નેતાઓ વચ્ચે કેટલીક મહત્વની દ્વીપક્ષીય મુદ્દાઓ પર થશે ચર્ચા અને બંને દેશો વચ્ચે કેટલીક મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply