INDvsENG: પૂણે ખાતે રમાઈ રહેલી ત્રણ મેચની વન ડે સીરિઝની આજે બીજી મેચ
Live TV
-
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની વન ડે સીરિઝની આજે બીજી મેચ પૂણેમાં રમાશે. આજની મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો છે. શ્રેણીની પહેલી મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. જેના કારણે ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ બુલંદ છે. ઓપરન શિખર ધવન, કે.રાહુલ, કેપ્ટન વિરાટ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યાં છે. તો ભારતીય બોલર પણ સારો દેખાવ કરી રહ્યાં છે. બીજી તરફ પ્રથમ મેચ હારવાના કારણે ઈંગ્લેન્ડની ટીમમાં આત્મવિશ્વાસની ઉણપ જોવા મળી રહી છે. ટેસ્ટ અને ટી ટ્વેન્ટી સીરીઝ હાર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ વન ડે સીરીઝ જીતવા માટે પ્રયાસો કરી રહી છે. ત્યારે આજની મેચમાં ઈંગ્લેશ ખેલાડીઓ જીતના ઈરાદા સાથે ઉતરશે. ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડી પણ સારા ફોર્મમાં ચાલી રહી છે. આજની મેચ જીતી ઈંગ્લેન્ડની ટીમે સીરીઝમાં ટકી રહેવાનો પ્રયાસ કરશે. બીજી તરફ આજની મેચ જીતી ભારતીય ટીમ વન ડે શ્રેણી પર પણ કબજો કરી લેવાનો પ્રયાસ કરશે. પૂણેમાં યોજાઈ રહેલી આ મેચ પણ દર્શકો વગર યોજાશે.
-----------------------------
