Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ બંગબંધુ શેખ મુજીબુર રહમાનને મરણોપરાંત ગાંધી શાંતિ એવોર્ડ 2020થી સન્માનિત કર્યા

Live TV

X
  • ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રાજનૈતિક સંબંધોની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પ્રધાનમંત્રી બાંગ્લાદેશની બે દિવસીય યાત્રાએ પહોંચ્યા હતા. જ્યા તેઓ બાંગ્લા દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ સમારંભમાં પ્રધાનમંત્રીએ બંગબંધુ શેખ મુજીબુર રહમાનને  મરણોપરાંત ગાંધી શાંતિ એવોર્ડ 2020થી સન્માનિત કર્યા હતા. આ અવસર પર બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ગૌરવશાળી ક્ષણોમાં મને ભાગીદાર બનાવવા બદલે હું  રાષ્ટ્ર્પતિ અબ્દુલ હામિદજી, પ્રધાનમંત્રી શેખ હસીનાજી અને બાંગ્લાદેશના નાગરિકોનો આભારી છું.  તેમજ પ્રધાનમંત્રીએ  બંગબંધુ શેક મુજિબુર રહમાનને શ્રદ્ધાંજલિ પણ અપર્ણ કરી હતી.  આ પ્રસંગે તેમણે  ભારતીય સેનાના વીર જવાનોનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે હું એ વીર જવાનોને નમન કરું છુ  જેઓ મુક્તિજુદ્ધોમાં બાંગ્લાદેશના ભાઈ બહેનોની પડખે ઉભા રહ્યા. તો બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ વેક્સિન મોકલવા અંગે ભારત પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરી હતી. આ અગાઉ  પ્રધાનમંત્રી  મોદીનું ઢાકા એરપોર્ટ પર આગમન થયું ત્યારે પ્રધાનમંત્રી શેખ હસીનાની આગેવાનીમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ પ્રધાનમંત્રી મોદીને  ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન સૌ પ્રથમ  પ્રધાનમંત્રી મોદી  રાષ્ટ્રીય શહિદ સ્મારક પહોંચ્યા હતા અને શહિદોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી તેમજ અર્જુન વૃક્ષનું વૃક્ષારોપણ પણ કર્યું હતું.  ઉપરાંત તેમણે બાંગ્લાદેશમાં રહેતા ભારતીય સમુહ સાથે મુલાકાત કરી હતી. જ્યાં દાઉદી વોરા સમાજે શાલ ઓઢાડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કર્યુ હતું..   કોરોના મહામારીનાં સંકટ પછી પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા દ્વારા ભારત બાંગ્લાદેશના વચ્ચેના સંબંધોનો નવો આશાસ્પદ અધ્યાયની શરૂઆત થઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply