ગૃહમંત્રાલયે કોવિડ-19 મહામારી પ્રભાવી નિયંત્રણ માટે નવી SOP જાહેર કરી
Live TV
-
ગૃહમંત્રાલયે કોવિડ-19 મહામારી પ્રભાવી નિયંત્રણ માટે દિશા નિર્દેશ જાહેર કર્યો છે. એ પહેલી એપ્રિલથી 30 એપ્રિલ સુધી લાગું રહેશે. કોરોનાના કેસ જે રીતે વધી રહ્યાં છે તેને ધ્યાનમાં રાખીને તપાસ અને ઉપચારની પ્રક્રિયાને કડક રીતે લાગુ કરવા કહ્યું છે. જે રાજ્યોમાં RTPCRનું પરીક્ષણ ઓછું થઇ રહ્યું છે, એવા રાજ્યોમાં પરીક્ષણ વધારવા જણાવ્યું છે. નવા પોઝિટિવ કેસને તાત્કાલિક ક્વોરન્ટાઇન કરવા અને સમયસર ઉપચાર ઉપલબ્ધ કરવા કહ્યું છે. નવા કેસનો સંપર્ક વધારવા અને તેને ક્વોરન્ટીઇ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. સમયાન્તરે જારી એસઓપીને સંબંધિત અધિકારીઓ દ્વારા કડક રીતે લાગુ કરવા આદેશ અપાયો છે. રાજ્ય સરકાર કોવિડના નિયમોનું કડક રીતે પાલન થાય એ દિશામાં પ્રયત્ન કરી રહી છે.
કોરોનાના કેસ ફરી એક વાર વધી રહ્યા છે. ત્યારે રસીકરણની ગતિ પણ વધારવામાં આવી છે. અને હવે સંક્રમણ અટકાવવા માટે SOP બદલવામાં આવી છે જેનો અમલ કડકાઈ પૂર્વક કરફવાનો રહેશે તેમજ હવે કોરોના સુપરસ્પ્રેડર્સનું ટેસ્ટિંગ કરવામાં આવશે. નવા પોઝિટિવ કેસને તાત્કાલિક ક્વોરન્ટાઇન કરવા અને સમયસર ઉપચાર ઉપલબ્ધ કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવશે.
