Skip to main content
Settings Settings for Dark

1 એપ્રિલથી દેશમાં 45 વર્ષથી મોટી વયના તમામ લોકોને રસી આપવામાં આવશે

Live TV

X
  • માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલી એપ્રિલથી દેશમાં 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય ગઈકાલે લેવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલી એપ્રિલથી દેશમાં 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. તેમણે કહ્યું કે, દેશમાં વેક્સિનનો પુરતો જથ્થો ઉપલબ્ધ  છે.  વીતેલા 24 કલાકમાં વિક્રમજનક 32.50 લાખ લોકોને વેક્સિન ડોઝ આપવામાં આવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, વેક્સિનના પ્રથમ અને દ્વીતીય  ડોઝ વચ્ચેનું અંતર ચાર સપ્તાહને સ્થાને આઠ સપ્તાહ રહેશે. વેક્સિનની કામગીરી યોગ્યદિશામાં ઝડપથી ચાલી રહી છે. તેમણે લોકોને કોરોનાથી બચવા માટે સરકારની ગાઇડલાઇન્સનું સંપુર્ણપણે પાલન કરવા અપીલ કરી હતી.

    કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કોરોના પણ હવે કેટલાક રાજ્યોમાં ફરી બેકાબુ થઇ રહ્યો છે એટલે હવે રસીકરણની ગતિ વધારવામાં આવી છે. કોરોના પર કાબુ મેળવવા માટે સરકાર બનતા પ્રયાસ કરી રહી છે. રસીકરણ અભિયાનનો પેહલો તબ્બકો પૂરો થઇ ચુક્યો છે જેમાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. અને હાલ બીજો તબક્કો ચાલી રહ્યો છે જેમ 45 થી વધુ ઉમરના લોકો જે ગંભીર રોગો થી પીડાતા હોય તેમને અને 60 વર્ષ થી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. અને હવે રસીકરનો ત્રીજો તબક્કો 1 એપ્રિલ થી ચાલુ થશે જેમાં તમે 45 વર્ષ થી ઉપરના લોકોને રસી આપવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply