અંધેરીમાં ઓવરબ્રીજ સ્લેબ તૂટતાં 5 લોકો ઈજાગ્રસ્ત
Live TV
-
જેથી ચારથી પાંચ કલાક સુધી ચર્ચગેટ તરફ લોકલ ટ્રેન સેવાનું ઓપરેશન બંધ રહી શકે છે. જેથી બાંદ્રા, દાદર, અને મુંબઈ સેન્ટ્રલથી નિકળનાર લાંબા અંતરની પેસેન્જર ટ્રેનના સમયમાં ફેરફાર થઈ શકે છે.
મુંબઈના અંધેરી સ્ટેશન ખાતે મંગળવારે સવારે ગોખલી રોડ ઓવરબ્રિજનો સ્લેબ તૂટી પડતાં પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા છે જેમાં એકની હાલત ગંભીર હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ઘટનાના પગલે વેર્સ્ટન લાઇન ઉપર લોકલ ટ્રેનનું પરિવહન ઠપ્પ થયું છે.
આ ઓવરબ્રિજ અંધેરી ઇસ્ટને, અંધેરી વેસ્ટ સાથે જોડે છે. બ્રિજનો ભાગ તૂટવાથી તેમાં બિછાવેલા વાયરો તૂટી ગયા છે. જેથી ચારથી પાંચ કલાક સુધી ચર્ચગેટ તરફ લોકલ ટ્રેન સેવાનું ઓપરેશન બંધ રહી શકે છે. જેથી બાંદ્રા, દાદર, અને મુંબઈ સેન્ટ્રલથી નિકળનાર લાંબા અંતરની પેસેન્જર ટ્રેનના સમયમાં ફેરફાર થઈ શકે છે.
