Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ પાર્ટીના તૂટતા જનાધાર પર PMએ કરી ટીકા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટીના તૂટતા જનાધાર ઉપર ટીકા કરતાં કહ્યું કે, તે એક પ્રાદેશિક પાર્ટી બનીને રહી ગઈ છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટીના તૂટતા જનાધાર ઉપર ટીકા કરતાં કહ્યું કે, તે એક પ્રાદેશિક પાર્ટી બનીને રહી ગઈ છે. સ્વરાજ પત્રિકાને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષની એકતા અને મહાગઠબંધન ઉપર પ્રશ્ન ઊભા કર્યા છે. તેમણે કહ્યું કોંગ્રેસ ફક્ત પંજાબ, પોડિંચેરી અને મિઝોરમમાં સમેટાઈ ગઈ છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં કોંગ્રેસની તાકાતનો અંદાજ બધાને છે અને વિપક્ષ પાસે તેમને હટાવવા સિવાય બીજો કોઈ મુદ્દો નથી. સ્વરાજ પત્રિકાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, દેશમાં મહાગઠબંધન જેવું કશું નથી, અને નેતાઓમાં પ્રધાનમંત્રી બનવાની માત્ર હરીફાઈ છે. મહાગઠબંધનમાં પ્રધાનમંત્રી પદના ઘણા ઉમેદવારો છે, જે પરસ્પર એક બીજા સામે ટકરાઈ રહ્યાં છે. વિપક્ષનું પુરૂ ધ્યાન પાવર પોલિટિક્સ ઉપર કેન્દ્રિત છે, તે જનતાના વિકાસ માટે નથી. મોદી પ્રત્યે નફરત જ એક કારણ છે. જેણે વિપક્ષને એકજૂથ કરીને રાખ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશમાં એક સાથે ચૂંટણી થવી જોઈએ, જેનાથી સંસાધનોની બરબાદી થતી અટકશે, અને વિકાસને ઉત્તેજન મળશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply