અખનૂર સેક્ટરમાં એક શસ્ત્રધારી પાકિસ્તાની ઘુસણખોરને ઠાર કરાયો
Live TV
-
બીજી તરફ કુપવાડા જિલ્લામાં સીમા પારથી ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે અજ્ઞાત આતંકવાદીઓને પણ જવાનોએ ઠાર માર્યા હતા.
ભારતીય સૈન્યે અખનૂર સેક્ટરમાં અંકુશ રેખા નજીક એક શસ્ત્રધારી પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો. બીજી તરફ કુપવાડા જિલ્લામાં સીમા પારથી ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે અજ્ઞાત આતંકવાદીઓને પણ જવાનોએ ઠાર માર્યા હતા. સેના દ્વારા જણાવાયું હતું કે, અખનૂર સેક્ટરમાં એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર મારીને સૈન્યે રાજ્યમાં યોજાનારી આગામી પંચાયતી ચૂંટણીમાં ભંગફોડ કરવાની ત્રાસવાદીઓની યોજનાને ઉંધી પાડી છે.
