Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપુરમાં ઓનલાઇન ગ્લોબલ ફિનટેક માર્કેટપ્લેસ-APIX લોન્ચ કર્યું

Live TV

X
  • 13મી પૂર્વ એશિયા શિખર બેઠક, ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગીદારી અને આસિયાન સહિતની વિવિધ બેઠકોમાં ભાગ લીધો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના પ્રવાસે સિંગાપુર પહોંચ્યા છે.જ્યાં 13મી પૂર્વ એશિયા શિખર બેઠક, ક્ષેત્રિય વ્યાપક આર્થિક ભાગીદારી અને આસિયાન સહિતની વિવિધ બેઠકોમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી જ્યારે સિંગાપુર પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત ભારતીય સમુદાયે મોદી.મોદી.ના નારા લગાવી નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા. પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી ફિનટેક સંમેલનને પણ  સંબોધિત કરી હતી.. વિદેશ મંત્રાલયના પૂર્વ બાબતોના સચિવ વિજય ઠાકુર સિંહે પત્રકારોને જણાવ્યું હતું , કે પ્રધાનમંત્રી આસિયાન દેશોની નાણાંકીય સંસ્થાઓને  એક પ્લેટફોર્મ પર રાખવા સંબંધિત , એક ડિજીટલ પ્લેટફોર્મ એપિક્સની શરૂઆત પણ કરશે.પ્રધાનમંત્રી બીજી ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી બેઠકમાં પણ  ભાગ લેશે. જ્યાં 16 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ આર્થિક કરારને મજબૂત કરવા બાબતે  વિચાર વિમર્શ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  15મી ભારત -આસિયાન શિખર બેઠક અને 13મી પૂર્વ એશિયા શિખર બેઠકમાં પણ ભાગ લેશે. જ્યાં તમામ નેતાઓ  ક્ષેત્રીય અને વૈશ્વિક સ્થિતિમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ  માઇક પેંસ સહિત  અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply