આજે દેશના અનેક ભાગોમાં છઠ મહાપર્વની કરાઈ ઉજવણી
Live TV
-
દેશના અનેક ભાગોમાં આજે છઠનું મહાપર્વ ભારે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે મનાવાઈ રહ્યું
આજે રાજ્યભરમાં છઠ મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત અમદાવાદની સાબરમતિ નદીના કાંઠે રૂ. ૧૧ કરોડના ખર્ચે નવનિર્મિત છઠ ઘાટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ-હાંસોલ પાસે સાબરમતી નદીના તટે છઠ ઘાટ ખાતે પ્રવાસન વિભાગની સહાયથી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ૩૦૦ મીટર લંબાઈનો છઠ ઘાટ બનાવાયો છે. ખાસ કરીને ગુજરાતમાં વસતા બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશના નાગરિકો-પરિવારો છઠ મહાપર્વની પરંપરાગત ઉજવણી સાથે મળીને કરે છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ દર વર્ષની જેમ આ વર્ષે આ છઠપર્વની ઉજવણીમાં ભાગ લેશે.
દેશના અનેક ભાગોમાં આજે છઠનું મહાપર્વ ભારે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે મનાવાઈ રહ્યું છે. છઠ પૂજા નિમિત્તે આજે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવશે.આ પર્વને બિહારમાં ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે.આ ઉપરાંત પૂર્વી ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમબંગાળ અને નેપાળમાં પણ છઠમૈયાને પૂજવામાં આવે છે.પૂજાની શરૂઆત ન્હાય ખાયથી થાય છે.તેના પછીના દિવસે શેરડીના રસમાંથી બનાવેલી ખીર બનાવવામાં આવે છે.તે પછી અસ્ત થતા અને ઉદય થતા સૂર્યને અર્ધ્ય આપીને તેની પૂજા કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે છઠનું વ્રત રાખવાથી કષ્ટનું નિવારણ થાય છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠના તહેવાર નિમિત્તે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.
