અત્યાર સુધી 1.77 લાખથી વધુ ભારતીયોને કોરોનાની વેક્સીન અપાઈ
Live TV
-
રસીકરણ બાદ અત્યાર સુધીમાં ગંભીર સમસ્યા જોવા મળી નથી.
દેશમાં રાષ્ટ્રીય વ્યાપી કોરોના રસીકરણના ચોથા દિવસે ગઇકાલે સાંજે 6 વાગ્યા સુધી 1 લાખ 77 હજાર 368 લોકોને કોરોનાની રસી મુકવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 6 લાખ 31 હજાર 417 લોકોને કોરોના રસી અપાઇ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં કોરોના રસીના 11 હજાર 660 સત્ર યોજાયા છે. જેમાં સાંજે 6 વાગ્યા સુધી 3 હજાર 870 સત્ર યોજાયા છે. રસીકરણ બાદ અત્યાર સુધીમાં ગંભીર સમસ્યા જોવા મળી નથી.
કોરોના સામે સરકારના કડક વલણથી સારા પરિણામ
દેશભરમાં ચાલી રહેલ કોરોના રસી કરણના ત્રીજા દિવસે પણ સફળતા પૂર્વક રસી કરણ હાથ ધરાયું હતું. કોરોના સામે સરકારના કડક વલણથી સારા પરિણામ સામે આવી રહ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ બે લાખ 45 હજાર 741 થી વધુ દર્દીઓ સાજા થયા છે. જેનાથી રીકવરી રેટ 96 પોઇન્ટ 70 ટકા થયો છે. જ્યારે દેશમાં કોવિડથી મૃત્યુદર 1 પોઇન્ટ 44 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં 16 હજાર 988 દર્દીઓ સાજા થયા છે. ICMR એ જણાવ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં 18 કરોડ 85 લાખથી વધુ સેમ્પલ ટેસ્ટ થયા છે. જ્યારે 19 જાન્યુઆરીએ 7 લાખ 64 હજારથી વધુ ટેસ્ટ થયા છે.
