Skip to main content
Settings Settings for Dark

ભારત આજે 6 પડોશી દેશોને કોરોનાની વેક્સીન મોકલશે 

Live TV

X
  • અગાઉ ભારતે પડોશી અને મુખ્ય ભાગીદાર દેશ માટે રસીની નિકાસની જાહેરાત કરી હતી

    મુંબઇના શિવાજી મહારાજ આંતર રાષ્ટ્રીય હવાઇ મથકથી કોવિડ શીલ્ડ વેકસીનની દોઠલાખ રસી આજે વહેલી સવારે ભૂતાનની રાજધાની થિપું માટે રવાના થઇ છે. આ અગાઉ ભારતે પડોશી અને મુખ્ય ભાગીદાર દેશ માટે રસીની નિકાસની જાહેરાત કરી હતી. ભારત તરફથી આ પહેલ મુખ્ય અને ભાગીદાર દેશોના અનુરોધ ઉપર કરવામાં આવી છે.

    રસી મોકલતા પહેલા સ્થાનીક જરૂરીયાત પુરી કરવા પુરતો સ્ટોક રહે તે નિશ્ચીત કરવામાં આવશે 

    વિદેશ મંત્રાલય અનુસાર ભારતે કોવિડ મહામારી સામે લડવા પોતાની પ્રતિબધ્ધતાને ધ્યાનમાં રાખતા માનવતાને અગ્રતા આપી છે. જે દેશોને રસીનો જથ્થો આજથી મોકલાશે તેમાં ભૂતાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, શ્રીલંકા, અફધાનીસ્તાન, અને મોરેશીયશ માટે જરૂરી નિયામક મંજુરીની રાહ જોવાઇ રહી છે. વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે રસીની સ્થાનીક જરૂરીયાતને ધ્યાનમાં રાખીને ભારત આગામી મહિના અને સપ્તાહમાં સહયોગી દેશોને તબક્કાવાર કોવિડ રસીનો જથ્થો પુરો પાડવાનું ચાલુ રાખશે. વિદેશ મંત્રાલય અનુસાર રસી મોકલતા પહેલા તે નિશ્ચીત કરવામાં આવશે કે સ્થાનીક ઉત્પાદકો પાસે સ્થાનીક જરૂરીયાત પુરી કરવા પુરતો સ્ટોક રહે. રસીની ડિલેવરી પહેલા તમામ સ્તરે રાષ્ટ્રીય તેમજ રાજ્યોને પ્રશિક્ષીત કરવાના કાર્યક્રમ હાથ ધરાઇ રહ્યાં છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply