PMAY-G યોજના હેઠળ UPમાં 6 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી મોદીએ આર્થિક સહાય હસ્તાંતરિત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તર પ્રદેશના 6.10 લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ લગભગ 2,691 કરોડ રૂપિયાની સહાય રકમની જાહેર કરી છે.
આ સહાયમાં પાંચ પોઇન્ટ શુન્ય લાખ એવા લાભાર્થી હશે જેમને આર્થીક લાભનો પ્રથમ હપ્તો મળશે. જ્યારે 80 હજાર લાભાર્થી એવા હશે જેમને બીજો હપ્તો મળશે. પ્રધાનમંત્રી એ વર્ષ 2022 સુધીમાં તમામ લોકોને ઘર આપવાનું આહવાન કર્યું હતું. જે માટે 20 નવેમ્બર 2016 ના PMAYG યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 1.26 કરોડ ઘરો પહેલા તૈયાર થયા છે. યોજના હેઠળ મેદાની વિસ્તારોમાં દરેક લાભાર્થીઓને ઘર બનાવવા માટે એક લાખ 20 હજાર જ્યારે પહાડી વિસ્તારના લોકોને એક લાખ 30 હજારની સહાય અપાશે. આ લાભાર્થીઓને ઘર ઉપરાંત મહાત્માં ગાંધી ગ્રામીણ યોજના હેઠળ કુશળ કારીગર શ્રેણી હેઠળ મદદ આપવામાં આવે છે.
પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે કરી વાત
આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂપીના લાભાર્થીઓ સાથે વાત કરી છે. લખીમપુર ખીરીના રહેવાસી એક નાગરિકે પીએમ મોદીને જણાવ્યું કે તેમનું ઘર લગભગ સંપૂર્ણ બની ગયું છે. તેમણે જણાવ્યું કે એક લાખથી વધારેની રકમ સરળતાથી મળી ગઈ છે. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોના અભ્યાસ અંગે પણ જાણકારી લીધી.
