અનંતનાગમાં સેનાનું ઑપરેશન, 4 આંતકવાદી ઠાર, 1 પોલીસ જવાન શહીદ
Live TV
-
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શુક્રવારે સવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં અત્યાર સુધી ચાર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે એક પોલીસ જવાન શહીદ થયા છે.
સુરક્ષા દળોને અનંતનાગ જિલ્લાના શ્રીગુફવાડા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. એ પછી સૈન્યએ સમગ્ર વિસ્તાર ઘેરી લીધો હતો. ગુપ્તચર એજન્સીઓની સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા બાદ રાજ્યપાલ એનએન વોરાએ સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. અમરનાથ યાત્રાના આયોજનને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
