Skip to main content
Settings Settings for Dark

ભારતને 5000 અબર ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્યાંકઃ મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વાણિજ્ય મંત્રાલયના નવા કાર્યાલય વાણિજ્ય ભવનનો શિલાન્યાસ કર્યો છે. દરેક પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સજ્જ અને સ્માર્ટ એક્સેસ કન્ટ્રલથી સુસસજ્જ આ કાર્યાલય સંપૂર્ણપણે પેપરલેસ હશે

    ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતને 5000 અબજ ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્યાંક છે. તેમણે કહ્યું હતું કે વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો બમણો કરીને 3.4 ટકા કરવાની દિશામાં તેમની સરકાર કામ કરી રહી છે.

    નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટની નજીક આ પ્રસ્તાવિત ભવન અકબર અને માનસિંહ ચૌહાણ રોડના ચાર રસ્તે નિર્માણ પામશે. આશરે સવા ચાર એકર જમીન પર બનવા જઈ હેલા આ ભવનનું ક્ષેત્રફળ 20 હજાર ચોરસ મીટર રહેશે. આ ભવન સ્માર્ટ એક્સેસ કન્ટ્રોલ તથા સંપૂર્ણપણે પેપરલેસ હશે. આ ભવન તમામ જરુરી સુવિધાઓથી સજ્જ એક ગ્રીન ભવન રહેશે. ભવનની ડિઝાઇન એ રીતે તૈયાર કરવામાં આવી છે જેથી ઓછામાં ઓછા વૃક્ષ કાપવા પડે. અંદાજે 70 ટકા મોટા વૃક્ષોને યથાવત રાખવામાં આવશે. તથા ભવનના નિર્માણ બાદ પણ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવશે. નવું ભવન નવુ ટેકનોલોજી અપનાવવાની દિશામાં પ્રતીક સમાન રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply