રાજસ્થાનઃ કોટા ખાતે યોગગુરુ બાબા રામદેવે કર્યા યોગ
Live TV
-
ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ચાલી રહેલા ત્રણ દિવસના રાજ્ય સ્તરીય યોગ શિબિરના મુખ્ય સમારોહમાં ગુરુવારે આરએસી ગ્રાઉન્ડમાં સવારે યોગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દાવા પ્રમાણે અહીં 2 લાખ લોકોએ એક સાથે યોગ કરીને કોટાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. સમારોહમાં યોગગુરુ બાબા રામદેવે યોગ કર્યા હતા. તેમની સાથે લાખો લોકો હાજર હતા. આ દરમિયાન રાજસ્થાનના સીએમ વસુંધરા રાજેએ પણ સ્ટેજ ઉપર બાબા રામદેવ સાથે યોગ કર્યા હતા. કાર્યક્રમ શરૂ થતા પહેલાં સીએમ વસુંધરા રાજેએ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના આશીર્વાદ લીધા હતા. આચાર્ય બાલકૃષ્ણએ શૌર્યના પ્રતીક તરીકે સીએમ રાજેને તલવાર ભેટ કરી હતી.