જીવનને તણાવમુક્ત કરવા યોગ જરૂરીઃ પ્રધાનમંત્રી મોદી
Live TV
-
ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે દેશભરમાં કેટલાંય કાર્યક્રમોનું આયોજન થયું
ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે દેશભરમાં કેટલાંય કાર્યક્રમોનું આયોજન થયું હતું. યોગ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના દહેરાદૂનથી સમગ્ર દુનિયાના યોગ પ્રેમીઓને યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે ઉત્તરાખંડ છેલ્લા કેટલાય દશકાઓથી યોગનું કેન્દ્ર રહ્યું છે. તેથી અહીં યોગ દિવસનું મહત્વ પણ ઘણું વધારે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે આજે દુનિયાના દરેક મોટા શહેરોમાં માત્ર યોગ જ યોગ છે. ભારતમાં પણ હિમાલયથી લઈને રાજસ્થાન સુઘી યોગ ફેલાયેલા છે. જ્યારે તોડનાર તાકાત હાવી થઈ જાય, સમાજમાં દિવાલો ઊભી થાય અથવા પરિવારમાં કંકાશ વધી જાય ત્યારે જીવનમાં તણાવ વધી જાય છે. આ દરમિયાન યોગ જ જોડવાનું કામ કરે છે.
ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરના મેદાનમાં મોદીએ અંદાજે 50,000 લોકો સાથે યોગાભ્યાસ કર્યો. આ પહેલાં આ કાર્યક્રમમાં મોદીએ યોગનું મહત્વ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, યોગ દેશ અને દુનિયાના દરેક ખૂણામાં શરીર અને સમાજને જોડવાનું કામ કરે છે. વડાપ્રધાન યુનાઈટેડ નેશનમાં યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તે ખૂબ ટૂંક સમયમાં મંજૂર કરી દેવામાં આવ્યો હતો. 2015માં પહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. તેમાં પીએમ મોદીએ દિલ્હી રાજપથ પર યોગાસન કર્યા હતા. ત્યારપછી ચંદીગઢ અને લખનઉમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પીએમ મોદીએ દેહરાદૂનમાં કરી છે. વડાપ્રધાનની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ કે.કે. પૌલ, મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત, કેન્દ્રીય આયુષ મંત્રી હરક સિંહ રાવત પણ હાજર રહ્યા.
