મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક અને થર્મોકોલ પર પ્રતિબંધ
Live TV
-
મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક અને થર્મોકોલમાંથી બનતી ચીજવસ્તુઓ પર આજથી પ્રતિબંધ લાગુ થઈ જશે. આ અંગે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડી દીધું છે.
રાજ્ય સરકારે નિયમ તોડનારાઓ પર કડકાઈપૂર્વક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. નિયમનું પાલન નહીં કરનારાઓને ત્રણ વર્ષની જેલ અને 25 હજાર રુપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો કોઈ નાગરિક કે દુકાનદાર પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરતા પકડાશે તો તેમને પાંચ હજાર રુપિયાનો દંડ કરવામાં આવશે. પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો અમલ કરવા માટે મહાનગરપાલિકાએ અઢીસો અધિકારીઓને તહેનાત કર્યા છે. દેશમાં પહેલીવાર પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
