Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી એક દિવસના મધ્ય પ્રદેશ પ્રવાસે, વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે એક દિવસ માટે મધ્ય પ્રદેશના પ્રવાસે છે. તેઓ મોહનપુરા ડેમ દેશને અર્પણ કરશે. આ યોજના 4000 કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ પામી છે. આ સાથે પ્રધાનમંત્રી 2018ના સ્વચ્છ સર્વેક્ષણના વિજેતાઓને એવોર્ડ પણ આપશે.

    એક દિવસના પ્રવાસ દરમ્યાન પ્રધાનમંત્રી મોદી વિકાસની વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરશે. આ સાથે પ્રધાનમંત્રી મોદી રાજગઢમાં એક સભાને પણ સંબોધિત કરશે. રાજગઢ પાસે તેઓ મોહનપુરા ડેમનું લોકાર્પણ કરશે. મોહનપુરા ડેમ કુલ 4000 કરોડ રુપિયાના ખર્ચે બન્યો છે. ડિસેમ્બર 2014માં તેની કામગીરી શરુ થઈ હતી. 17 ગેટના આ ડેમથી 1.35 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. આ ડેમના કારણે રાજગઢના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને લાભ થશે.
    રાજગઢ બાદ પ્રધાનમંત્રી ઇન્દૌર પહોંચશે. અહીં પણ તેઓ 4000 કરોડ રુપિયાની વિવિધ યોજનાઓનું રિમોટથી કરશે. આ સાથે પ્રધાનમંત્રી 2018ના સ્વચ્છ સર્વેક્ષણના વિજેતા શહેરોને એવોર્ડ પણ આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply