Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીએ મધ્યપ્રદેશમાં પીવાના પાણીની ત્રણ મોટી પરિયોજનાઓના મંગલાચરણ કરાવ્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના પ્રવાસે મધ્યપ્રદેશની મુલાકાતે છે. પ્રવાસ દરમિયાન તેઓએ પીવાના પાણીની ત્રણ મોટી પરિયોજનાઓના મંગલાચરણ કરાવ્યા હતા. તેમણે મોહનપુરામાં રૂપિયા 38 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલી ડેમની પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું.
    પ્રધાનમંત્રીએ રાજગઢમાં વિશાળ જનસભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ભ્રમ ફેલાવનાર વ્યક્તિઓ જડ અને જમીનથી વિમુખ થઈ ગયા છે. રાજગઢ જિલ્લો પછાત હોવાની પોતાની ઓળખાણને હવે વિસારે પાડી રહ્યો છે. આ પરિયોજના સરકારની ઉત્તમ કામગીરીનો નમુનો છે.
    મધ્યપ્રદેશ અને કેન્દ્ર સરકાર ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે. કેન્દ્રની એનડીએ સરકાર શ્રમનું સન્માન કરતી સરકાર છે. પ્રધાનમંત્રીએ આ તકે સ્વ. શ્યામા પ્રસાદ મુખરજીને પણ યાદ કરી તેઓને પુણ્યતિથિ દિને વંદન કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply