Skip to main content
Settings Settings for Dark

અનલૉક-2: શરતી મંજૂરી સાથે હવે પ્રવાસીઓ જઈ શકશે ગોવા

Live TV

X
  • કેન્દ્ર સરકારે અનલોક 2 હેઠળ આગામી 6 જુલાઇથી સમગ્ર દેશમાં લોકો માટે ઐતિહાસિક સ્મારકો ખોલવાનો નિર્ણય લીધો છે.

    અનલોક 2 બાદ હવે પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે ગૃહ વિભાગે ઘણી મહત્વની છુટછાટ આપી છે. દેશના ખુબ જ મહત્વના ગણાતા પ્રવાસન સ્થળ ગોવામાં ફરવા માટે શરતી મંજુરી મળી છે. જે મુજબ માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાંથી કોરોના નેગેટીવ પ્રમાણપત્ર લઇને ગોવા જતા લોકોને પરવાનગી મળશે.

    ગોવા પ્રવાસન વિભાગે , 250 જેટલી હોટલોને પરવાનગી આપી છે. હોટલમાં રહેવા માટેના નિયમો પણ બનાવવામાં આવ્યા છે. હોટલમાં રહેવા ના 48 કલાક પહેલાનું , કોરોના નેગેટીવનું પ્રમાણ પત્ર હોવું જોઇએ. જો પ્રમાણપત્ર નહી હોય તો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ગોવામાં ફરવાની પરવાનગી મળશે.

    કોવિડ 19ના કારણે 22મી માર્ચથી ગોવાની તમામ હોટલો હાલ બંધ છે. ત્યારે હવે અનલોક 2માં પરવાનગી મળતા હોટલ માલિકોમાં ખુશી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply