Skip to main content
Settings Settings for Dark

PM મોદીનું સૈનિકોને સંબોધન, કહ્યું 'વિસ્તારવાદનો યુગ સમાપ્ત, વિકાસવાદનો શરૂ'

Live TV

X
  • ભારત-ચીન વચ્ચેની તણાવગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લેહની મુલાકાતે પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહેલી સવારે લેહમાં 11,000 ફીટ પર સ્થિત નીમુ ક્ષેત્રમાં આર્મી, એરફોર્સ અને આઇટીબીપીના જવાનો અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લેહ મુલાકાત પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત પણ લેહ પહોંચ્યા હતાં. લેહમાં પણ તેમણે જવાનોને સંબોધિત કરી તેમના જુસ્સામાં વધારો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 'દરેક દેશવાસી સૈનિકોની વીરતાને નતમસ્તક છે. તમારી શૌર્યગાથા ઘર-ઘરમાં ગૂંજે છે. સમગ્ર દેશને સેના પર અતૂટ વિશ્વાસ છે.'

    પ્રધાનમંત્રીએ મહિલા સૈનિકોનો ઉત્સાહ વધારતાં કહ્યું હતું કે, 'સરહદ પર મહિલા સૈનિકોની ઉપસ્થિતિ પ્રેરણાદાયી છે. તમારી ઈચ્છાશક્તિ આજુબાજુના પર્વતો જેવી અડગ છે. ભારતના રક્ષણમાં સેનાનું સમર્પણ અતુલનીય છે. તમારા ચહેરા પર સંકલ્પ અને સામર્થ્ય દેખાય છે.'

    સંબોધનને આગળ વધારતાં તેમણે કહ્યું હતું કે, અશક્ત હોય તે શાંતિની પહેલ ના કરી શકે. વીરતા જ શાંતિની પૂર્વ શરત હોય છે. વિસ્તારવાદનો યુગ સમાપ્ત થયો છે. વિકાસવાદનો યુગ છે. વિકાસવાદ જ ભવિષ્યનો આધાર છે. દરેક પડકારો સામે વિજય પ્રાપ્ત કર્યો છે અને કરતા રહેશું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply