જવાનોએ ''વંદે માતરમ્'' ના નારા સાથે PM મોદીનું કર્યું ઉષ્માભર્યુ સ્વાગત
Live TV
-
ભારત ચીન સીમા વિવાદના તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી લેહની ઓચિંતી મુલાકાત, સીમા વર્તી ક્ષેત્રોમાં માળખાગત વિકાસમાં ખર્ચ ત્રણ ગણો વધાર્યો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી
ભારત-ચીન વચ્ચેની તણાવગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓચિંતી લેહની મુલાકાતે ,પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહેલી સવારે, લેહમાં 11,000 ફૂટ પર સ્થિત નીમુ ક્ષેત્રમાં આર્મી, એર ફોર્સ અને I.T.B.P.ના જવાનો અને અધિકારીઓ સાથે વાત ચીત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લેહ મુલાકાત દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને સેના પ્રમુખ એમ.એમ. નરવાણે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન, ઉત્તરી સેના કમાન્ડર અને 14 કોર્પ્સના કમાન્ડરે લદ્દાખની વર્તમાન સ્થિતિ વિશે ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી.
આર્મીના જવાનોએ ''વંદે માતરમ્'' અને ''ભારત માતા કી જય'' ના નારા સાથે પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
