અનુચ્છેદ 370ને પડકારતી અરજી પર SCમાં સુનાવણી, ઑક્ટોબરમાં થશે સુનાવણી
Live TV
-
જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 દૂર કરવના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકરાતી અરજીની સુપ્રિમ કોર્ટમાં સુનાવણી. કેન્દ્ર સરકારને સુપ્રિમ કોર્ટે આપી નોટિસ.અનુચ્છેદ 370 મામલે થયેલી તમામ અરજીઓની સુનાવણી હવે કરશે સુપ્રિમ કોર્ટની બંધારણીય બેંચ.
જમ્મુ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાના વિરુદ્ધમાં દાખલ કરાયેલ અરજી પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે ઑક્ટોબરના પહેલા અઠવાડિયામાં આ કેસ સંબંધિત અરજી પર સુનાવણી માટે તારીખ નક્કી કરી છે. 5 ન્યાયાધીશોની સંવિધાન પીઠ આ મુદ્દે સુનાવણી કરશે..
