Skip to main content
Settings Settings for Dark

UNCCD-14નો મુખ્ય કાર્યક્રમ 9-10 સપ્ટેમ્બરે

Live TV

X
  • બીન ઉપજાઉ જમીનને ઉપજાઉ બનાવવાની દિશામાં ભારત યુએન કન્વેન્શન ટુ કોમ્બાર્ટ ડિઝર્ટિફિકેશનના 14 માં સંમેલનની મેજબાની કરશે. આ સંમેલન દિલ્હી માં 2 થી 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ગઈકાલે દિલ્હીમાં આ અંગે જાણકારી આપતા કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે આ સંમેલનમાં 200 થી વધુ દેશો ભાગ લેશે. તેમણે કહ્યુ કે ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સંમેલનમાં ભાગ લેશે. તેમણે કહ્યુ કે સરકારનું લક્ષ્ય 10 વર્ષની અંદર 50 લાખ હેક્ટર બીનઉપજાઉ જમીનને ઉપજાઉ જમીનમાં પરિવર્તિત કરવાનું છે. આ માટે દેહરાદૂનમાં વન અનુસંધાન સંસ્થાનમાં એક કેન્દ્ર સ્થાપિત કરાશે. U.N.C.D.C. C.O.P.ના અધ્યક્ષ તરીકે આગામી 2 વર્ષ માટે ભારતની મુખ્ય ભૂમિકા પર જાણકારી આપતા તેમણે જણાવ્યુ હતું કે ,જમીનને બીન ફળદ્રુપ બનતી અટકાવવા માટે સમગ્ર દુનિયા પ્રયાસરત છે , ત્યારે ભારત તેનું નેતૃત્વ કરી દુનિયાને સકારાત્મક દિશા તરફ દોરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply