જમ્મુ કાશ્મીરમાં જનજીવન સામાન્ય
Live TV
-
કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કરાયા પછી પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે. કાશ્મીર ઘાટીમાં સોમવારે સતત 22 માં દિવસે જનજીવન સામાન્ય બની રહ્યું છે. આજથી હાઇસ્કૂલ - સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય અલ્પસંખ્યક મંત્રાલયની એક ટીમ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે જે અહીં વિકાસ યોજનાઓની ઓળખ કરશે. શહેરમાં ખાનગી વાહનોની અવરજવરમાં સુધારો થયો છે. ઘાટીમાં મોટા ભાગના વિસ્તારોમાંથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. પરંતુ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરક્ષા દળોને તૈનાત કરાયા છે. કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોએ લેન્ડલાઈન ટેલિફોન સેવાઓને શરૂ કરાઈ છે. સોમવારે સ્થિતિ શાંતિ પૂર્ણ રહી હતી અને ઘાટીમાં કોઈ જગ્યાએથી કોઈ પણ પ્રકારના અનિચ્છિનિય ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા નથી.
