જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળોને મોટી સફળત મળી
Live TV
-
જમ્મુ કાશમીરના પુલવામામા સંદિગ્ધ આતંકવાદીઓએ વન ક્ષેત્રથી બકરવાલ સમુદાયના બે લોકોનું અપહરણ કર્યું અને બાદમાં તેમની ગોળી મારીને હત્યા કરી હતી.
જમ્મુ કાશમીરના પુલવામામા સંદિગ્ધ આતંકવાદીઓએ વન ક્ષેત્રથી બકરવાલ સમુદાયના બે લોકોનું અપહરણ કર્યું અને બાદમાં તેમની ગોળી મારીને હત્યા કરી હતી. જમ્મુ કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો પાછો ખેંચ્યા બાદની આ પ્રથમ ઘટના છે. જમ્મુ કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળોના સંયુક્ત અભિયાન દરમિયાન બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમજ તેમની પાસેથી મોટી સંખ્યામાં દારૂગોળાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ પૂંછમાં પાકિસ્તાને ફરી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે જેનો સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સેનાએ એક સંયુક્ત અભિયાન ચલાવીને બારામુલામાંથી બે આતંકવાદીઓને ઝડપી લીધા છે. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
