કેન્દ્ર સરકારને નાણા આપવોનો નિર્ણય RBIનો - સીતારમણ
Live TV
-
રીઝર્વ બેંકના 1.76 લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને ફાળવવાનો નિર્ણય બેંકની પોતાની કમિટીની ભલામણો ઉપર આધારીત છે.
નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું છે કે, રીઝર્વ બેંકના 1.76 લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને ફાળવવાનો નિર્ણય બેંકની પોતાની કમિટીની ભલામણો ઉપર આધારીત છે. પુણેમાં એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, આ સમયે આ નિર્ણયને લઈને સવાલો ઉઠાવવા ચિંતાજનક છે. નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, આ નિર્ણય બિમલ જાલાન કમીટીની ભલામણોના આધારે લેવામાં આવ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ ઉદ્યોગ નાનો હોય , સુક્ષ્મ હોય કે મધ્યમ હોય એ તમામ લોકો સાથે જોડાયેલ વ્યક્તિઓ કોઈ પણ પ્રકારની ચિંતા વગર પોતાનો વ્યવસાય કરે તેવું સરકાર ઈચ્છે છે. તેમણે કહ્યું કે, વેપારથી રોજગારના અવસર ઉભા થાય છે. નાણામંત્રીએ વિપક્ષ દ્વારા રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને ફાળવેલ નાણાં અંગે ઉઠાવેલા પ્રશ્ન પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
