અનુચ્છેદ 370 હટાવ્યા પછી વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને કર્યું સંબોધન
Live TV
-
કાશ્મીર મુદ્દે નિર્ણય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં એક નવા યુગની શરૂઆત થઇ છે. સમગ્ર દેશે સાથે મળી જે ઐતિહાસિક નિર્ણય લીધો છે,
કાશ્મીર મુદ્દે નિર્ણય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં એક નવા યુગની શરૂઆત થઇ છે. સમગ્ર દેશે સાથે મળી જે ઐતિહાસિક નિર્ણય લીધો છે, તેનાથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોનું વર્તમાન અને ભવિષ્ય સુધરશે. સાથે તેમણે જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા હંમેશા જમ્મુ કાશ્મીરના લોકોનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરાયો છે.
પ્રધાનમંત્રીએ ઉદ્યોગપતિઓને જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરવાનું આહવાન કર્યું. સાથે હિન્દી, તમિલ, તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેની સાથે સંકળાયેલા લોકોને પોતાના પ્રોજેક્ટ્સમાં આ રાજ્યને પ્રાથમિક્તા આપવાની અપીલ કરી. તેમણે ટેક્નોલોજીની દુનિયાના લોકોને પણ જમ્મુ-કાશ્મીર તરફ ધ્યાન આપવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે ટેક્નોલોજીના વિસ્તારની સાથે જ રાજ્યમાં રોજગારની તકો વધશે.
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કલમ 370 અને 35એએ જમ્મુ-કાશ્મીરને ભાગલાવાદ, આતંકવાદ, પરિવારવાદ અને ભ્રષ્ટાચાર સિવાય કાંઇ નથી આપ્યું. આ બંને કલમોનો દેશ વિરુદ્ધ કેટલાક લોકોની લાગણીઓ ભડકાવવા પાકિસ્તાને હથિયારની જેમ ઉપયોગ કર્યો. જેના કારણે છેલ્લા ત્રણ દાયકામાં 42,000 નિર્દોષ લોકો માર્યા ગયા. આ આંકડો કોઇની પણ આંખમાં આંસુ લાવી શકે છે.
