અફવાઓ પર ધ્યાન ન આપો, રસીકરણમાં ભાગ લેવા આહ્વાન, જાણો ‘મન કી બાત' બીજુ શું કહ્યું પ્રધાનમંત્રીએ ?
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યુ કે મારી વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે લાંબી વાત થઈ છે. આપણી ફાર્મા ઇન્ડસ્ટ્રીના લોકો હોય, વેક્સિન ઉત્પાદકોએ હોય, ઓક્સિજનના ઉત્પાદન સાથે જોડાયેલ લોકો હોય, અથવા મેડિકલ ફિલ્ડના જાણકાર હોય, આ બધા એ પોતાના સૂચનો સરકાર ને આપ્યા છે...
કોરોના સામેની લડાઇ અંગે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે આ સમયે, આપણે નિષ્ણાતો અને વૈજ્ઞાનિક સલાહ ને પ્રાથમિકતા આપવાની છે... રાજ્ય સરકારના પ્રયાસોને આગળ વધારવા ભારત સરકાર પૂરી તાકાત થી જોડાઇ છે... રાજ્ય સરકારો પણ પોતાની જવાબદારી નિભાવી રહી છે...
તેમણે જણાવ્યુ હતુ કે કોરોના સામે બહુ મોટી લડાઇ દેશના ડોક્ટર અને આરોગ્યકર્મીઓ લડી રહ્યા છે... ગત એક વર્ષમાં તેમને આ મહામારીને લઈને ઘણા અનુભવો થયા છે.. કાર્યક્રમ દરમ્યાન પ્રધાનમંત્રી એ મુંબઇના પ્રસિદ્ધ ડોક્ટર અને 'ઇંડિયન કોલેજ ઓફ ફિઝિશિયન' ના ડીન રહેલા ડો. શશાંક સાથે સંવાદ કર્યો હતો..
કોવિડ સારવાર વિશે જણાવતા ડો.શશાંકે જણાવ્યુ હતુ કે, લોકો કોવિડની સારવાર કરવામાં ઘણો વિલંબ કરે છે.. અને અફવાઓ પર વિશ્વાસ રાખે છે.. જો સરકારની ગાઇડલાઇનનુ પાલન કરે તો આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.. સામાન્ય કોવિડમાં સારવાર દરમ્યાન અમે ઓક્સિજન તેમજ પલ્સનુ મોનિટરિંગ કરીએ છીએ... જો તાવ વધી જાય તો ઘણીવાર પેરાસિટામોલ જેવી દવાઓનો પણ ઉપયોગ કરીએ છીએ..જો મધ્યમ કોવિડ અને તીવ્ર કોવિડ હોય તો સ્ટીરોઇડ અને ઇનહેલર આપી શકીયે છીએ.. આ સાથે ઓક્સિજન પણ આપવો પડે છે..
બહુચર્ચિત રેમડેસિવિર ઇંજેકશન અંગે ડો.શશાંકે જણાવ્યુ કે આ દવાથી એક વસ્તુ જરૂર થાય છે કે હોસ્પિટલમાં એક-બે દિવસ ઓછુ રહેવુ પડે છે... પણ આ દવા પણ ત્યારે કામ કરે છે જ્યારે પ્રથમ 9-10 દિવસમાં આપવામાં આવે... જે લોકો આ ઇંજેક્શન પાછળ દોડે છે તેમણે બિલકુલ દોડવુ જોઇએ નહી.. જો પ્રાણાયામ તથા લોહી પાતળુ કરવાનુ જે ઇંજેકશન જેને હેપરિન કહીએ છીએ.. તો આ બધાથી 98 ટકા લોકો રિકવર થઇ જાય છે..
કાર્યક્રમમાં પ્રધાનમંત્રી એ લોકોને આગ્રહ કરતા જણાવ્યુ હતુ કે, તમને કોઇ પણ જાણકારી જોઇએ તો સાચા સ્ત્રોત પાસેથી જ જાણકારી લેવી.. તમારી આસપાસના ડોક્ટર ને ફોન કરી સલાહ લેવી.. ઘણા ડોક્ટર સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોને જાણકારી આપી રહ્યા છે.. જે ખરેખર પ્રશંસનીય છે..પી.એમ એ શ્રીનગરના ડોક્ટર નાવીદ નઝીર શાહ સાથે સંવાદ કર્યો હતો.. અને મુશ્કેલ સમયમાં પેનિક મેનેજમેંટ અને તેમના અનુભવો વિશે સવાલ પૂછ્યો હતો..
તો વેક્સિન અંગ પ્રધાનમંત્રીના પ્રશ્નનો જવાબ આપતા ડોક્ટર નાવીદે કહ્યુ હતુ કે, આપણા દેશમાં બે વેક્સિન કોવિશિલ્ડ અને કોવેકસિન ઉપલબ્ધ છે. જેની અસરકારકતા 60 ટકાથી વધુ છે.. જમ્મુ કશ્મીર ની વાત કરીએ તો 15 થી 16 લાખ લોકોએ આ વેકસિન લીધી છે..અત્યાર સુધી જેટલા પણ લોકોને રસી આપવામાં આવી છે તેમાં કોઇ ને પણ આડઅસર થઇ નથી...
પ્રધાનમંત્રી એ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે રસીને લઇ કોઇ પણ અફવામાં ન આવે... હવે તો 1 મે થી દેશમાં 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ માટે રસી ઉપલબ્ધ થશે... તેમણે રાજ્યોને વધુ માં વધુ લોકો સુધી રસી પહોંચાડવા આગ્રહ કર્યો હતો... આ દરમ્યાન તેમણે રાયપુરની હોસ્પિટલમાં સેવા આપતી નર્સ ભાવના સાથે વાત કરી હતી... નર્સ ભાવના એ પોતાના અનુભવો જણાવ્યા હતા...
કાર્યક્રમના અંતમાં પ્રધાનમંત્રી એ જણાવ્યુ હતુ કે આજે મન કી બાત કાર્યક્રમમાં કોરોના મહામારી ને પ્રાથમિકતા આપી.. આપણે આ બિમારીને હરાવવાની છે..આજે મહાવીર જયંતી પર દેશવાસીઓને શુભકામના પણ આપી હતી.. તેમણે આગ્રહ કર્યો હતો કે, દરેક વ્યક્તિ એ રસી લેવી અને પૂરતી કાળજી પણ રાખવી.
