'અભિનંદન માટે આતુરતા' વાઘા બોર્ડરે ઢોલ-નગારા સાથે નાગરિકો પહોંચ્યા
Live TV
-
ભારતીય વાયુસેનાના વીંગ કમાન્ડર અભિનંદન આજે પાકિસ્તાનથી ભારત પાછા ફરે તેવી સંભાવના છે. વાઘા બોર્ડર ખાતે વીંગ કમાન્ડર અભિનંદનને આવકારવા સંખ્યાબંધ નાગરિકો પહોંચ્યા છે. વાઘા બોર્ડરે ઢોલ - નગારા વાગી રહ્યા છે.
જબરદસ્ત રાજદ્વારી દબાણ ઉભું થયા પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગઈકાલે પોતાના દેશની રાષ્ટ્રીય ધારાસભામાં ,ભારતીય પાઈલોટની વાપસી અંગે, જાહેરાત કરી હતી.
ભારતીય વાયુસેનાના વીંગ કમાન્ડરે આર્મી ચીફ અને નેવીના વડા દ્વારા ,આંતકવાદી છાવણીઓના સફાયા માટે ભારતીય સૈન્ય દ્વારા થયેલી કાર્યવાહી પછી ,સેનાની ત્રણેય પાંખ દ્વારા પત્રકાર પરિષદને ,ગુરૂવારે સંબોધવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના દાવાઓની પોલ ,ખોલવામાં આવી હતી.
