PM મોદી દક્ષિણ ભારતના પ્રવાસે, કન્યાકુમારીમાં વિપક્ષ પર કર્યા પ્રહાર
Live TV
-
પ્રધાનમંત્રી મોદી આજે દક્ષિણ ભારતના પ્રવાસે છે, તેઓએ તામિલનાડુના કન્યાકુમારીની મુલાકાત લઈને અનેક વિકાસ પરિયોજનાની આધારશિલા મૂકી હતી. તેમાં અનેક રોડ અને રેલવે પરિયોજના ઉપરાંત પંબન બ્રીજની ભેટનો પણ સમાવેશ થાય છે.
મદુરાઈથી ચેન્નાઈ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસને પણ લીલીઝંડી બતાવીને રવાના કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કન્યાકુમારીમાં એક જન રેલીને પણ સંબોધન કરી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકારના વિવિધ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે તેમણે ભૂતકાળની બિન ભાજપ સરકારો સામે પ્રહારો કર્યા હતા.
