2022 સુધીમાં દરેક ભારતીય પાસે પોતાનું ઘર હોવાની જાહેરાત કરતા PM મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાનભવનમાં હાઉસિંગ ટેકનોલોજી કન્સ્ટ્રક્શન 2019ના બે દિવસીય સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેમીનારમાં વિવિધ કંપનીઓના વ્યવસાયિકો ભાગ લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી એપ્રિલથી માર્ચ 2020 સુધીના સમયને કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એરા તરીકે ઉજવાશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, હાઉસિંગ ફોર ઓલ એટલે કે દરેક વ્યક્તિને ઘરનું ઘર મળે એ માટે સરકાર પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, પ્રવર્તમાન સરકાર દ્વારા દોઢ કરોડ ઘરો બનાવવામાં આવ્ય છે. પ્રધાનમંત્રીએ આવાસ યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ મકાન ખરીદનારને કુલ કિંમત કરતાં પાંચથી છ લાખ રૂપિયાની રાહત મળે છે.
સાથે જ તેમણે સ્ટાર્ટઅપનો વિકલ્પ અપનાવનારા યુવાઓને મહત્તમ ટેકનોલોજી હોય તેવા મકાનો બનાવવાનું આહવાન કર્યું હતું. સૌથી વધુ શહેરીકરણ થાય છે એવા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે, એટલે જ રીયલ એસ્ટેટના કાયદાઓ જે ગૂંચવણભર્યા હતા તેને ઉકેલવામાં આવ્યા છે અને વધુ સરળ બનાવવામાં આવ્યા છે.
