આજે 'મન કી બાત' ના પુસ્તકનું મંત્રી અરુણ જેટલીએ કર્યું વિમોચન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રેડિયો પર પ્રસારિત થતા કાર્યક્રમ "મન કી બાત"ના એપિસોડના પુસ્તકનું આજે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ વિમોચન કર્યું હતું. કુલ 53 એપિસોડ પૈકી 50 એપિસોડનો સમાવેશ આ પુસ્તકમાં થયો છે.
જેટલીએ કહ્યું હતું કે, બહુ ઓછા નેતા એવા હોય છે જે નાગરિકો સાથે સીધો સંવાદ સાધી શકે છે. પ્રધાનમંત્રીના "મન કી બાત" કાર્યક્રમે સામાજિક ક્રાંતિનું કામ કર્યું છે.
રેડિયો પરની મન કી બાત વિશે તેમણે જણાવ્યું હતું કે, એક વખત એવો હતો જ્યારે રેડિયો પર કોમેન્ટરી અને સમાચારો આવતા હતા અને એટલે જ એ સમયના નાગરિકો ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા, પરંતુ બદલાતા સમય સાથે રેડીયોનું મહત્વ ઘટી ગયું હતું. વ્યક્તિત્વ નિર્માણમાં રેડિયોની મહત્વની ભૂમિકા હતી. "મન કી બાત" કાર્યક્રમ દ્વારા રેડિયોનો યુગ ફરીથી આવ્યો છે.
