અભિનેતા અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માન
Live TV
-
અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમામાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ દાદા દાહેબ ફાળકે એવર્ડથી સન્માનિત કરાશે..
બોલિવુડના મહાનાયક, શહેનશાહ અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમામાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ દાદા દાહેબ ફાળકે એવર્ડથી સન્માનિત કરાશે.. સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે. પ્રકાશ જાવડેકરે લખ્યુ છે કે લીજેન્ડ અમિતાભ બચ્ચન જેમણે બે પેઢીઓ સુધી લોકોને મનોરંજન પૂરૂ પાડ્યુ છે.. બધાએ એક મત થઇને તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદ કર્યા છે.. સમગ્ર દેશ અને ઇન્ટરનેશનલ કોમ્યુનિટી આ બાબતે ખુશ છે.. અમિતાભ બચ્ચનને શુભેચ્છા..
મહત્વનું છે કે અમિતાભ બચ્ચનુ હિન્દી સિનેમામાં મહત્વનું યોગદાન રહ્યું છે.. આજે પણ તેઓ હિંન્દી સિનેમામાં સક્રિય છે.. અને સક્ષમ ભૂમિકાઓ ભજવી રહ્યાં છે..