સ્વચ્છતા માટે પ્રધાનમંત્રી મોદીને વધુ એક એવોર્ડ
Live TV
-
બીલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશે સ્વચ્છતા અભિયાનને લઇને ગ્લોબલ ગોલકીપર એવોર્ડ 2019થી પીએમ મોદીને નવાજ્યા
બીલ અને મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત ગ્લોબલ ગોલકિપર એવોર્ડથી નવાજવામાં આવ્યા.આ એવોર્ડ દર વર્ષે 17 લક્ષ્યોમાંથી કોઈ એકમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા માટે આપવામાં આવે છે.મહાત્મા ગાંધીને અંજલિ આપવા બીજી ઓકટોબર 2014 ના રોજ ભારતમાં સ્વચ્છ ભારત મિશન લોન્ચ કરીને સ્વચ્છતા અને સુખાકારીની દિશામાં કરેલા પ્રદાન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.. આ એવોર્ડ લેતા સમયે પીએમ મોદીએ તેને 130 કરોડ ભારતીયોનુ સન્માન ગણાવ્યુ.. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે આ માત્ર મારુ નહીં પરંતુ કરોડો ભારતીયોનુ સન્માન છે જેમણે સ્વચ્છ ભારતના સપનાને ન ફક્ત સાર્થક કર્યુ પરંતુ તેને તેમના દૈનિક જીવનનો હિસ્સો પણ બનાવ્યુ....