અમદાવાદ-નાણામંત્રી નિર્મલા સિતારમણે GST અને IT અધિકારીઓ સાથે કરી બેઠક
Live TV
-
દેશની રેવન્યુમાં પારદર્શકતા આવે તે ખૂબ જરૂરી છે - નાણામંત્રી
કેન્દ્રિય નાણામંત્રી નિર્મળા સિતારમણ ગઇકાલે અમદાવાદની મુલાકાતે હતા. મુલાકાત દરમિયાન તેમણે આવકવેરા, કેન્દ્રિય ગુડ્સ અને સર્વિસ ટેક્સ-જીએસટી, સેંટ્રલ એક્સાઈઝ એન્ડ કસ્ટમ વિભાગના અધિકારીઓએ સાથે મુલાકાત કરી હતી. ત્યારે બાદ તેમણે પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, સમગ્ર દેશમાં તમામ રાજ્યોના આવકવેરા વિભાગો સાથે હું વાતચીત કરૂં છું. વેપારીઓ સાથે પણ હું વાતચીત કરી રહી છું. દેશની રેવન્યુમાં પારદર્શકતા આવે તે ખૂબ જરૂરી છે. આ માટે ટેકનોલોજીથી કેવી રીતે આગળ વધી શકાય? તે અંગે ચર્ચા કરવામાં આવી છે. તેમણે ઓનલાઈન ટેકનોલોજી ઉપર ભાર મૂકવા જણાવ્યુ હતું, તેમણે કહ્યું કે, ટેકનૉલોજી દ્વારા અધિકારીઓને પણ પૂરતી સુવિધાઓ મળવી જોઈએ. તેમણે કહ્યું કે, હું ચર્ચા કરું છુ તેમાં મોટા ભાગના ઇન્કમટેક્સને સંલગ્ન પ્રશ્નો હાલમાં આવી રહ્યા છે. આ માટે મે પાંચ ગ્રૂપ સાથે ચર્ચા કરી છે. જેમાં બેન્ક, ઉદ્યોગો, ખાનગી ક્ષેત્ર સાથે વાતચિત કરી છે
