Skip to main content
Settings Settings for Dark

અમરનાથની યાત્રામાં આવેલા યાત્રીઓ માટે ઢાલ બન્યા ભારતીય સેનાના જવાનો

Live TV

X
  • 1 જુલાઈથી અમરનાથ યાત્રા શરુ થઇ ગઈ છે, ત્યારે હજારો ભક્તો બાબા અમરનાથના દર્શન માટે અમરનાથ યાત્રામાં જોડાઈ રહયા છે. ત્યારે યાત્રામાં જોડાયેલા ભક્તોની સુરક્ષાની જવાબદારી આઇટીબીપીના જવાનો સારી રીતે નિભાવી રહયા છે.

    1 જુલાઈથી અમરનાથ યાત્રા શરુ થઇ ગઈ છે, ત્યારે હજારો ભક્તો બાબા અમરનાથના દર્શન માટે અમરનાથ યાત્રામાં જોડાઈ રહયા છે. ત્યારે યાત્રામાં જોડાયેલા ભક્તોની સુરક્ષાની જવાબદારી આઇટીબીપીના જવાનો સારી રીતે નિભાવી રહયા છે. યાત્રાળુઓની સુરક્ષા માટે જવાનો પોતે ઢાલ બની ઉભા રહયા છે.અમરનાથ યાત્રા દરમ્યાન શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન માટે આગળ વધી રહયા હતા. આ દરમ્યાન બાલતાલ રુટ પર ભૂસ્ખલનની ઘટના બની. જેને કારણે આ રસ્તા પર મોટા-મોટા પથ્થરના ટુકડા આવીને પડવા લાગ્યા. ત્યાંની સુરક્ષા કરતા હાજર આઇટીબીપીના જવાનોએ મોરચો સંભાળતા રસ્તા પર ઢાલ બનીને પથ્થરોના રસ્તામાં વચ્ચે ઉભા રહી ગયા, જેથી આ પથ્થરો ત્યાંથી પસાર થનારા શ્રદ્ધાળુઓ પર આ પથ્થર ન પડે. તેઓએ પોતાના જીવની પરવા કર્યા વિના શ્રદ્ધાળુઓની રક્ષા કરી હતી.

    અમરનાથની યાત્રા દરમિયાન બાલટાલ માર્ગ પર કેટલાક યાત્રીઓને શ્વાસ લેવાની તકલીફ પડી હતી.. જેને લઇને આઇટીબીપી ના જવાનોની મદદ લેવામાં આવી હતી.. જવાનોએ 50 થી વધુ  યાત્રીઓને ઓક્સિજન આપ્યા હતા. તો બાલટાલ માર્ગ પર યાત્રીઓની મદદ માટે જવાનો સતત ખડેપગે રહેતા હોય છે.. જેમાં કેટલાક યાત્રીઓને તો જવાનો પોતાની ખભ્ભા પર ઉપાડીને પણ લઇ જતા હોય છે.. અને યાત્રીઓને મદદ પુરી પાડી રહ્યા છે...
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply