કર્ણાટકમાં JDS-કોંગ્રેસની ગઠબંધન સરકાર સંકટમાં, 14 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા
Live TV
-
આ અંગેની પુષ્ટી ખુદ કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષે કરી છે. જો કે આજે રજા અને સોમવાર સુધી પોતે શહેરમાં ઉપસ્થિત ન હોવાના કારણે આ અંગે મંગળવારે નિર્ણય લેવામાં આવશે.
કર્ણાટક ખાતે JDS અને કોંગ્રેસની ગઠબંધન સરકાર પર સંકટના વાદળ છવાયાં છે. જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન સરકારના 14 ધારાસભ્યોએ રાજભવન ખાતે પોતાના રાજીનામા ધરી દીધા છે. આ અંગેની પુષ્ટી ખુદ કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષે કરી છે. જો કે આજે રજા અને સોમવાર સુધી પોતે શહેરમાં ઉપસ્થિત ન હોવાના કારણે આ અંગે મંગળવારે નિર્ણય લેવામાં આવશે. રાજીનામા આપનાર ધારાસભ્યોમાં કોંગ્રેસના બી.સી. પાટીલ, એચ વિશ્વનાથ, નારાયણ ગૌડા, રામલીંગા, સૌમ્યા રેડ્ડી સહિત અન્ય ધારાસભ્યો સામેલ છે. રાજીનામા અંગે સ્પષ્ટતા કરતા બી.સી પાટીલે જણાવ્યું કે તેમના મત વિસ્તાર, ઉત્તરી કર્ણાટક સાથે અન્યાય કરવામાં આવ્યો છે, માટે તેઓએ રાજીનામું આપ્યું છે. આ પૂર્વે કોંગ્રેસના ધારાસભ્ય આનંદસિહે પણ રાજીનામું ધરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે 225 સભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં હાલની સરકારને 117 સભ્યોનું સમર્થન છે.
