જાણો, કર્ણાટક સરકારનું ગણીત.. શા માટે સરકાર છે સંકટમાં ?
Live TV
-
રાજયમાં 13 મહિનાથી બનેલી મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીના નેતૃત્વ વાળી સરકારની મુશ્કેલી વધી ગઈ છે. તેમજ સોમવારે હજુ બીજા ઘારાસભ્યો રાજીનામાં આપે તેવી શક્યતાઓ છે.
કર્ણાટક ખાતે JDS અને કોંગ્રેસની ગઠબંધન સરકાર પર સંકટના વાદળ છવાયાં છે. જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન સરકારના 14 ધારાસભ્યોએ રાજભવન ખાતે પોતાના રાજીનામા ધરી દીધા છે. જેથી રાજયમાં 13 મહિનાથી બનેલી મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામીના નેતૃત્વ વાળી સરકારની મુશ્કેલી વધી ગઈ છે. તેમજ સોમવારે હજુ બીજા ઘારાસભ્યો રાજીનામાં આપે તેવી શક્યતાઓ છે. જો આ ધારાસભ્યોના રાજીનામાં સ્વીકારી લેવામાં આવે છે તો ગઠબંધન વિધાનસભામાં બહુમતી ગુમાવી દેશે. ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ફક્ત 104 રહી જશે. જ્યારે ભાજપ પાસે 105 વિધાયક છે. જો કે આજે રજા અને સોમવાર સુધી પોતે શહેરમાં ઉપસ્થિત ન હોવાના કારણે આ અંગે મંગળવારે નિર્ણય લેવામાં આવશે. રાજીનામા આપનાર ધારાસભ્યોમાં કોંગ્રેસના બી.સી. પાટીલ, એચ વિશ્વનાથ, નારાયણ ગૌડા, રામલીંગા, સૌમ્યા રેડ્ડી સહિત અન્ય ધારાસભ્યો સામેલ છે. રાજીનામા અંગે સ્પષ્ટતા કરતા બી.સી પાટીલે જણાવ્યું કે તેમના મત વિસ્તાર, ઉત્તરી કર્ણાટક સાથે અન્યાય કરવામાં આવ્યો છે, માટે તેઓએ રાજીનામું આપ્યું છે. આ પૂર્વે કોંગ્રેસના ધારાસભ્ય આનંદસિહે પણ રાજીનામું ધરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે 225 સભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં હાલની સરકારને 117 સભ્યોનું સમર્થન છે. દરમિયાન વિપક્ષના નેતા યેદીયુરપ્પાએ કહ્યું છે કે, એમની પાર્ટી રાજ્યમાં નવી સરકારને લઈને બધા જ કાયદાકીય સંભાવનાઓ પર વિચાર વિમર્શ કરી રહી છે, તો કેન્દ્રિય મંત્રી અને BJP નેતા સદાનંદ ગૌડાએ કહ્યું કે, જો સરકાર બનાવવાની સ્થિતિ બની તો BJP તરફથી B.S. યેદીયુરપ્પા મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર હશે.
