Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ માટે રહ્યો આજે રાજીનામાનો રવિવાર

Live TV

X
  • મુંબઈ કોંગ્રેસનાં અધ્યક્ષ મિલિન્દ દેવરાએ રાજીનામું આપ્યું છે, તો લોકસભામાં પરાજયની જવાબદારી સ્વીકારતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ મહાસચિવનું પદ છોડ્યું છે.

    કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. આ માહિતી તેમણે ટ્વીટના માધ્યમથી જાહેર કરી છે. ટ્વીટમાં જ્યોતિરાદિત્ય સિંધીયાએ જણાવ્યું છે  કે, રાહુલ ગાંધીને રાજીનામું મોકલી આપ્યું છે. નોંધનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે 17મી લોકસભાની ચૂંટણીમાં ગુના મઘ્યપ્રદેશની બેઠક પરથી હારી ચુક્યાં હતા. આજ ક્રમમાં યુવા કોંગ્રેસ અધ્યક્ષ કેશવ યાદવે પણ પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે. ઉપરાંત મુંબઈના કોંગ્રસ અધ્યક્ષ  મિલિંદ દેવરાએ પણ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે મિલિંદ દેવરાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને તે વખતે રાજીનામાની વાત કરી હતી. લોકસભાની ચૂંટણીમાં હાર થવાના નૈતિક જવાબદારી પોતાના માથે લેતા કોંગ્રેસ હાઈ કમિશને મિલિંદ દેવરાએ રાજીનામું મોકલી આપ્યું છે.   
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply