અમિત શાહ બેંગ્લુરુમાં નશીલા પદાર્થોની તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર ક્ષેત્રીય સંમેલનની અધ્યક્ષતા કરશે
Live TV
-
બેંગલુરુમાં નશીલા પદાર્થોની તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર ક્ષેત્રીય સંમેલન યોજાશે. જેની અધ્યક્ષતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કરશે. આ બેઠકના વિચારવિમર્શ દરમિયાન દરિયાઈ માર્ગોથી નશીલા પદાર્થની તસ્કરી રોકવાની નીતિ અપનાવતા તેમાં સામેલ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા જેવા મુદ્દા પર ભાર મુકાશે. આ બેઠકમાં નશીલા પદાર્થો પર પ્રતિબંધ માટે રાજ્યો અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સમન્વય, સહયોગની સાથે તેની જાગૃતિ માટે સંયુક્ત કાર્યક્રમ યોજવા પર ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રિય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં 1 હજાર 235 કરોડ રૂપિયાની કિંમતના 9 હજાર 258 કિલો જપ્ત કરાયેલા નશીલા પદાર્શનો નાશ કરવામાં આવશે. આ સંમેલનમાં 5 દક્ષિણી રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે. ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રી કોમાઘટ્ટામાં સહકાર સમૃદ્ધિ શોધનો શિલાન્યાસની સાથે સાથે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.
