આજથી ઈબાદતોનો મહિનો રમઝાન શરૂ, પહેલા રોજા સાથે જુમ્માની મસ્જિદોમાં અદા કરાઇ રહી છે વિશેષ નમાઝ
Live TV
-
ઈબાદતોના પવિત્ર મહિના રમઝાનનો પ્રારંભ થઈ ગયો છે. પહેલા રોઝા પર મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી રહી છે. ઈસ્લામમાં રમઝાનનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં મુસલમાન બિરાદરો રોઝા રાખે છે. રોઝાની શરૂઆત સવારે સહરી સાથે થાય છે.. ને પછી સાંજે ઈફ્તાર કર્યા પછી રોઝા ખોલવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પવિત્ર રમજાનની શુભેચ્છા પાઠવી છે.
પવિત્ર રમજાન માસનો આજથી પ્રારંભ થયો છે. જેને લઈ ધોરાજીની દરગાહ - મસ્જિદોને રંગબેરંગી લાઈટિંગથી શણગારવામાં આવી છે. મુસ્લિમ બિરાદરોના સૌથી લાંબા તહેવારની ધોરાજીના મુસ્લિમ સમાજના આગેવાન હાજી ઇબ્રાહિમ કુરેશીએ લોકોને રમજાનની મુબારક બાદ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રમજાન માસની ઉજવણી ધોરાજી ખાતે કોમી એકતા અને હર્ષલ્લાસપૂર્વક થાય છે. હિન્દુ સમાજનો પણ આ તહેવાર ઉજવવામાં ખુબજ સહકાર મળે છે..
