અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ માટે વ્હાઈટ હાઉસથી રવાના
Live TV
-
આજે સવારે 11. 40 કલાકે પરીવાર સાથે પહોંચશે અમદાવાદ એરપોર્ટ--ટ્રમ્પે કહ્યું પ્રધાનમંત્રી મોદી સારા મિત્ર, ભારત પ્રવાસ માટે ઉત્સાહિત.ઇવાન્કા ટ્રમ્પે કહ્યું દુનિયાની સૌથી મોટી બે લોકશાહીની મૈત્રીની છે ઉજવણી.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પરિવાર સાથે આજે અમદાવાદ આવી રહ્યાં છે. ગઇકાલે મોડી સાંજે તેઓ અમદાવાદ આવવા માટે અમેરિકાના એન્ડ્રયુઝ એરબેઝથી રવાના થયા હતા. આજે સવારે 11.40 વાગ્યે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ અમદાવાદ પહોંચશે. ભારત માટે રવાના થતાં પહેલાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખે ભારતની યાત્રાને મુદ્દે ભારે આશાવાદી હોવાનું જાહેર કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સારા મિત્ર છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે.
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે અમદાવાદ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર રંગારંગ કાર્યક્રમ સાથે ભવ્ય સ્વાગત થશે. ભારતની ઝાંખી થીમ પર થશે સાંસ્કૃતિક કાર્યક્રમ. વિવિધ રાજ્યોમાંથી ખ્યાતનામ કલાકાર પ્રસ્તુત કરશે પોતાની કલા. રાષ્ટ્રપતિ ટ્રમ્પ 22 કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન લેશે સાબરમતી આશ્રમની મુલાકાત
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના પુત્રી ઇવાન્કા પણ પોતાના પતિ સાથે ભારત આવી રહ્યા છે. તેમણે પ્રધાનમંત્રી મોદી સાથેની તેમની મુલાકાતને સ્નેહપૂર્વક યાદ કરી હતી. તેમણે ટવીટ કરીને લખ્યું કે હૈદરાબાદમાં ઉદ્યમશીલતા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીને મળ્યાના બે વર્ષ પછી બીજીવાર ભારત પહોંચવું તે મારા માટે સન્માનની વાત છે. વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચેની મૈત્રી આવી મજબુત કદી નહોતી રહી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની એક ટ્વીટને શેર કરતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને મુદ્દે ઉત્સુકતા જાહેર કરી છે. તેમણે કહ્યું કે, ઐતિહાસિક કાર્યક્રમની શરૂઆત અમદાવાદથી થઈ રહી છે. અમેરિકી પ્રમુખ બે દિવસ આપણી સાથે રહેશે. આ સન્માનની વાત છે.
