Skip to main content
Settings Settings for Dark

ડોનાલ્ડ ટ્રમ્પ સોના-ચાંદીના વાસણમાં કરશે ભોજન

Live TV

X
  • જયપુરમાં ગોલ્ડ-સિલ્વર પ્લેટેડ "શાહી" ટેબલવેયર બનાવાયું

    ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા આ વાસણમાં લેશે ભોજન, વાસણ બનાવનારે કહ્યું "ટ્રમ્પ માટે ખાસ ડિઝાઈન બનાવાઈ"

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે છે. તેમના સ્વાગત માટે દિલ્હી અને અમદાવાદમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. તૈયારીઓના ભાગરૂપે જયપુરથી ટ્રમ્પ અને તેમના પરિવાર માટે ખાસ ક્રોકરી તૈયાર કરવામાં આવી છે. આ ક્રોકરીમાં ભોજન પીરસવામાં આવશે. ગોલ્ડ અને સિલ્વર પ્લેટેડ ક્રોકરી જયપુરના અરૂણ પાબૂવાલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે દિલ્હીમાં ટ્રમ્પના રોકાણ દરમિયાન આ ક્રોકરીનો ઉપયોગ કરવામાં આવશે.

    અરૂણ પાબૂવાલે જણાવ્યું કે આ ખાસ ક્રોકરીમાં ટ્રમ્પ અને તેમનો પરિવાર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરશે. તેમાં ટી કપ સેટથી લઇને ડ્રાયફ્રૂટ રાખવાની કટલરી પણ સામેલ છે. તેની સાથે ગોલ્ડ પ્લેટેડ નેપકિન સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સેટ પર નામ પણ લખવામાં આવ્યા છે. આ સેટને ટ્રમ્પ કલેક્શન નામ આપવામાં આવ્યું છે. પાબૂવાલે જણાવ્યું કે આ સમગ્ર સેટ બનાવવામાં બે થી ત્રણ અઠવાડિયાનો સમય લાગ્યો હતો. 35 લોકોની ટીમ તેમાં કામે લાગી હતી. ક્રોકરીમાં અલગ અલગ પ્રકારની ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છેલ્લે તેમને અસલી સોના અને ચાંદીની લેયરથી સજાવવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply