અમેરિકી રાષ્ટ્રપતિને સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન વિવિધ ગુજરાતી વ્યંજન પીરસાશે
Live TV
-
ટ્રમ્પને ખમણ, સમોસા ,એપલ પાઇ અને ફોર્ચ્યુન કુકીઝનું કરાવશે જમણ - સાથે, વિવિધ રાજ્યોની સંસ્કૃતિને લઇને થશે કાર્યક્રમ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન વિવિધ ગુજરાતી વ્યંજનો પીરસવામાં આવશે. વ્યંજન તૈયાર કરનાર શેફ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મહેમાન માટે બ્રોકલી અને કોર્ન સમોસા, ખમણ, ફોર્ચ્યુન કુકીઝ, એપલ પાઇ અને વિવિધ પ્રકારની ચા પણ તૈયાર કરવામાં આવી છે. બપોરે 12 વાગ્યાની આસપાસ અમેરિકી રાષ્ટ્રપતિને આ વ્યંજનો પીરસવામાં આવશે
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. આ દરમિયાન તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે. તેમના 22 કિલોમીટરના રોડ શો દરમિયાન તેઓ ગાંધી આશ્રમની મુલાકાત માટે પણ થોડોક સમય ફાળવશે.
